યાત્રા ભીતરની । YATRA BHITARNI । Author : MUKESH MODI
આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? એનું સૌથી અગત્યનું પ્રેરકબળ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પ્રત્યેની મારી પ્રીતિ છે. દસ-બાર વર્ષ અગાઉ ‘તત્ત્વમસિ' વાંચી ત્યારથી ધ્રુવ ભટ્ટની કથાઓ, એમની પાત્રસૃષ્ટિ, એમનું જીવનવલણ મને આકર્ષતું રહ્યું છે. એ રીતે આ પુસ્તક ‘ગમતાનો ગુલાલ' છે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની બધી કથાઓ વાંચી છે તેમને આ પુસ્તકમાંથી અવારનવાર પસાર થવાનું ગમશે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની એકાદ—બે નવલકથાઓ વાંચી છે તેઓ એમની શેષ નવલકથાઓ આ પુસ્તક થકી વાંચવા પ્રેરાશે. અને જેઓએ આજ સુધી ધ્રુવ ભટ્ટની એક પણ નવલકથા નથી વાંચી તેઓ એમને વાંચવા પ્રેરાય પણ ખરા. - મુકેશ મોદી
Variants (1)
- Default Title — 165.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.
78%