TAMARI JAAT NE OLAKHO । તમારી જાત ને ઓળખો । AUTHOR: DR. BHADRAYU VACHRAJANI

TAMARI JAAT NE OLAKHO । તમારી જાત ને ઓળખો । AUTHOR: DR. BHADRAYU VACHRAJANI

Brand: Yuti Book
SKU: TO
135.00 INR In stock Buy at Merchant

સામાન્ય રીતે, આપણે જીવનની એક નિયત ઉંમરને મુગ્ધાવસ્થા કહેવા ટેવાયેલા છીએ. આ મુગ્ધાવસ્થા સાથે કોણ જાણે કેમ હંમેશાં મૂંઝવણ' શબ્દ જ જોડાતો આવ્યો છે! મુગ્ધાવસ્થા એટલે તારુણ્ય અને યૌવનનો સરવાળો. આ સરવાળાની મૂંઝવણ એટલે શરીરમાં થતાં ઘોડાપૂર જેવા ફેરફારોની અણસમજ. ઘણુંય થાય પણ કંઈ ન સમજાય. ઘણુંય ન સમજાય પણ કંઈ ન પુછાય. જે મળે તેની જરૂર ન હોય, જેની જરૂર હોય તે ન મળે... આ ગડમથલને હું મુગ્ધાવસ્થાની મૂંઝવણ કહેતો નથી. સાચા અર્થમાં આ અવસ્થા આખી જીવનાવસ્થા છે. કોઈ પણ ઉંમરે એ જ મૂંઝવણ, એ જ પ્રશ્નાર્થો અને એ જ ગડમથલ. તેથી હું તેને સેક્સાવસ્થાની મૂંઝવણ' કહું છું. આ બધી જ દ્વિધાઓ થોડાક અંશે દૂર કરવાનો પ્રયાસ આ પુસ્તક દ્વારા મેં કર્યો છે. એકવીસમી સદી જો સેક્સને પ્રતીકરૂપે આલિંગન આપવાનું ચૂકી જશે, તો સેક્સ વિકૃતિરૂપે એઈડ્ઝ બનીને આપણને બાથ ભીડશે. હવે શરીરના નિદાન કૅમ્પોની આવશ્યકતા નથી, મન અને સંવેગોના સંવર્ધનના શિબિરોની તાતી જરૂર છે. આ પુસ્તક આવા શિબિરનું અમૂલ્ય સાહિત્ય છે. સ્વર્ગ ક્યાંય પણ હોય તો તે માચ શરીરમાં છે. ઈશ્વર ક્યાંય પણ હોય તો માામાં છે. આ સો ટચની ભાવનાથી મેં આ પુણ્યકાર્ય કર્યું છે. - ડૉ. ભદ્રાયુ વછરાજાની

Variants (1)
  • Default Title — 135.00 INR — In stock

AI Readiness

Good foundation, but some important product data is still missing.

78%