Pujyapad Bhandari Swami Shri Hariprasaddasji Swami
શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, 'પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના સાહિત્ય દ્વારા જ થાય છે.' તેમાં ઈષ્ટદેવના ચરિત્ર સંબંધી ગ્રંથો મુખ્યત્વે પુષ્ટિ કરનારા છે. એ ઉપરાંત ઈષ્ટદેવની અનન્ય નિષ્ઠા ધરાવતા ત્યાગી ગૃહી આશ્રિતોના ઉદ્દાત ચરિત્રો - જેમાં તેમણે જગતના અનેક વિક્ષેપો વચ્ચે પણ ઇષ્ટદેવની આજ્ઞા-ઉપાસના દ્રઢ રાખી હોય, સત્સંગ સેવાર્થે પોતાના જીવનની કુરબાની આપી હોય, જેનાથી ઈષ્ટદેવનું અને સંપ્રદાયનું ગૌરવ વધ્યું હોય તેવા સંતો ભક્તોનું જીવન પણ સહુ માટે આદર્શરૂપ અને પ્રેરાણાદાયી હોય છે. આવા પ્રેરણાદાયી જીવન-પ્રસંગો દ્વારા અંતે તો ઈષ્ટદેવનો જ ઉત્કર્ષ થવાનો હોય માટે સંતભક્તના જીવન સંબંધી આવું સાહિત્ય પણ સંપ્રદાયની પુષ્ટિનું કાર્ય કરે છે. આ પુસ્તિકામાં સત્સંગ પ્રવર્તનના મિશન કાર્યમાં ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના વચને 17 વર્ષની ઉંમરથી માંડી 73 વર્ષની આયુષ્ય સુધી ભગવાન સ્વામિનારાયણે ત્યાગીને આપેલા નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિઃસ્નેહ અને નિઃસ્વાદ એ પંચવર્તમાન સાથે સારધાર જીવન જીવનારા ભંડારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીના આદર્શ જીવન સાથે તેમની ભગવદ્નિષ્ઠા અને ગુરૂનિષ્ઠાના પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પોતાના સંતજીવનના પ્રારંભકાળે પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામી સાથે રહીને રાજીપો પ્રાપ્ત કરનારા સાધુ શાંતિપ્રિયદાસજી સ્વામીએ તેમની ભક્તિ ભરી કલમે આ પુસ્તિકાનું આલેખન કર્યું છે. પૂજ્યપાદ જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી તથા પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી આદિ સંતોએ અનુભવજન્ય માર્ગદર્શન અને પ્રસંગોની ખરાઈ કરી આપી છે. પૂજ્ય ભંડારી સ્વામીની છેલ્લે સેવા કરનાર સાધુ સુવ્રતવલ્લભદાસજી સ્વામીએ જીવન પ્રસંગો તથા ફોટોગ્રાફના સંકલનમાં મદદ કરી છે. રાજકોટ ગુરૂકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી અને સહયોગી સંતો ભક્તોએ પુસ્તિકાનું ટાઈપ અને પેજ સેટીંગ કરેલ છે. શ્રી રમણિકભાઈ રૂપારેલિયા સાહેબે પ્રૂફ કરી આપેલ છે. આ પુસ્તક તૈયાર કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થયેલા સહુ કોઈ ઉપર શ્રીહરિની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના! સાહિત્ય પ્રકાશન વિભાગ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન
Variants (1)
- Default Title — 40.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.